chool textbooks continue to portray a
predominantly male and patriarchal world.
Women are depicted as demure, stay-at-
home accessories for the male. They seem
to exist only to preserve the status quo
dont'n worry be happy
Friday, November 2, 2012
Test
Wednesday, September 26, 2012
માણસ પોતાના જીવન માં આટ્લા વાક્ય ઉતારી લે કે..........
માણસ પોતાના જીવન માં આટ્લા વાક્ય ઉતારી લે કે..........
….કે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે.
….કે પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડી ખાય છે.
…..કે તમે મારો દિવસ સુધારી દીધો – એવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ
...સુધારી દે છે.
…..કે આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા
લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે.
….કે દયાળુ અને માયાળુ બનવું તે ખરા બનવા કરતા વધારે સારું છે.
….કે બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર ન કરવો જોઈએ.
…..કે કોઈને મદદ કરવાની શક્તિ મારામાં ન હોય ત્યારે મારે તેના માટે
પ્રાર્થના જરૂર કરવી જોઈએ.
……કે આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શિખવાડે પણ આપણી
પાસે એવા બેચાર મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે ટોળાટપ્પાં કરી
શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય.
…..કે દરેકેદરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એક સહાનુભૂતિભર્યા સાથ અને
લાગણીભર્યા હૃદયની જરૂર પડતી જ હોય છે, જે તેને સમજી શકે.
…..કે જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે. છેડો જેમ નજીક આવે તેમ
તેમ વધારે ઝડપથી ભાગવા લાગે !
…..કે આપણને બધું જ નથી આપ્યું એ ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે !
…..કે પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો.
……કે રોજિંદા વ્યવહારની નાની નાની ઘટનાઓ જ જિંદગીને સાચું સ્વરૂપ આપતી હોય છે.
……કે દરેકના બખ્તરિયા કોચલા નીચે એક એવી વ્યક્તિ હોય જ છે જ પ્રેમ અને
લાગણી ઝંખે છે.
…..કે આપણા ગણવાથી કે ન ગણવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જતી, એટલે હકીકતનો
સ્વીકાર કરતાં શીખવું.
….કે સમય કરતાં પણ પ્રેમમાં જ દરેક ઘાને રુઝવવાની શક્તિ રહેલી છે.
….કે મારો વિકાસ કરવાનો ઉત્તમ રસ્તો મારાથી વધારે પ્રતિભાશાળી લોકો વચ્ચે
રહેવું એ છે.
…..કે જેને મળીએ તેને બની શકે તો એક સ્મિત તો ભેટ આપવું જ જોઈએ.
…..કે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, સિવાય કે જેની સાથે તમે પ્રેમમાં પડો !
…..કે જિંદગી અતિકઠિન છે, પણ હું કાંઈ ઓછો મજબૂત તો નથી જ !
…. કે અમૂલ્ય તક ક્યારેય વ્યર્થ જતી જ નથી. આપણે જો ન ઝડપી લઈએ તો બીજુ
કોઈક એ ઝડપી લેવા તૈયાર જ હોય છે.
…..કે તમે જો કટુતા-કડવાશને હૃદયમાં આશરો આપશો તો ખુશાલી બીજે રહેવા જતી
રહેશે ! એમને અંદરોઅંદર જરાય બનતું નથી !
….કે બોલેલા શબ્દોને દરેક જણાને નરમ અને મીઠાશભર્યાં જ રાખવા જોઈએ, કારણ
કે ન કરે નારાયણ અને કાલે કદાચ એને પોતાને જ એ પાછા ગળવાનો વારો આવે તો
તકલીફ ન પડે !
Saturday, September 17, 2011
quite of the day
when god solw your promblem it means you faith in him
but when god not solw your problem it means he faith inyou
but when god not solw your problem it means he faith inyou
Subscribe to:
Posts (Atom)